STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સુંદર મુસાફરી છે આ જિંદગી

સુંદર મુસાફરી છે આ જિંદગી

1 min
302

સુંદર મુસાફરી છે આ જિંદગી,

ક્ષુલ્લક કાર્યોમાં નહિ ગુમાવો જિંદગી,

નીલમ પોખરાજ જેવા હીરાની જેમ કિંમતી છે જિંદગી,

રેતની જેમ સરી જશે આ જિંદગી,


ખબર નહિ ક્યારે થંભી જશે આ જિંદગી,

ક્યારેક આનંદના ઝૂલે ઝુલાવે જિંદગી,

ક્યારેક દુઃખથી દૂર ફંગોળે આ જિંદગી,

ચકડોળ જેવી ગોળ ગોળ ઘૂમે આ જિંદગી,


સુખ દુઃખનાં વમળોમાં ફસાવે જિંદગી,

ક્યારેક હસીન ચક્રવ્યૂહ લાગે આ જિંદગી,

ક્યારેક મધુર સ્મૃતિ લાગે આ જિંદગી,

ક્યારેક જવાબદારીનું પીંજરું લાગે આ જિંદગી,


ક્યારેક સલામત ડગર તો ક્યારેક, 

અણગમતી મંઝિલ લાગે આ જિંદગી,

સૌ પોતાની રીતે મૂલવે આ જિંદગી,

કોઈ ના માટે સુખની છોળ,

તો કોઈના માટે દુઃખની દુકાન છે જિંદગી,


માગેલું મળતું નથી,

ઝંખેલું ક્યાંક રાહમાં મળી જાય,

એવી આશ્વર્ય ભરેલી છે આ જિંદગી,


ક્યારેક વગર માગે બધું આપી દેય,

ક્યારેક મળેલું બધું છીનવી જાય,

એવી અટપટી છે આ જિંદગી,

પ્લેન જેવી છે આ જિંદગી,


આશાના ઇંધણ થકી ચાલે આ જિંદગી,

પરિશ્રમથી ઉંચી ઉડાન ભરે આ જિંદગી,

ક્યારેક ડરાવે ક્યારેક ધમકાવે,

ક્યારેક પ્રેમ ભર્યો હાથ ફેરવે માથા પર,

હેતાળ માં જેવી છે આ જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational