Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nayana Charaniya

Inspirational

4  

Nayana Charaniya

Inspirational

જોઈએ છે

જોઈએ છે

1 min
329


આ સતત ભાગદોડભરી જિંદગીમાં હવે ક્યાંક વિરામ જોઈએ છે,

વધુ તો કંઈ નહિ આજે બસ તારો મીઠો સાથ જોઈએ છે,


વિશાળ સાગરની બહાર નીકળવા એક કિનાર જોઈએ છે,

બીજું તો કંઈ નહિ બસ સ્નેહની સરવાણી વહેતી જોઈએ છે,


આ કાળી અમાસની રાત્રે હવે ક્યાંક થોડો પ્રકાશ જોઈએ છે,

બીજું તો કંઈ નહિ બસ થોડું જીવનનું જ્ઞાન જોઈએ છે,


સતત દોડતા પ્રવાહમાં એકાદ શાંત થઈ ગયેલ ઝરણું જોઈએ છે,

બીજું તો કંઈ નહિ બસ પવિત્ર નદી જેવો સાથ જોઈએ છે,


આ પ્રીતના ખોટા સાચા દાવમાં એકાદ સાચી દિશા જોઈએ છે,

બીજું તો કંઈ નહિ બસ રાધા - કૃષ્ણ જેવી પ્રીત જોઈએ છે.


Rate this content
Log in