રડવા માટે તારો ખભો આપ જે
રડવા માટે તારો ખભો આપ જે
મારી અંધારી જિંદગીમાં ઉજાસ તું આપજે,
આ ઉદાસ હૈયે વિશ્વાસ તારો તું આપજે.
હોય ભલે ફૂલો ભરી ડગર કે કાંટો ભરી,
હાથમાં હાથ તારો તું આપજે.
હોય રાત પૂનમની કે અમાસની,
મારા જીવનમાં સદા ઉજાસ તું આપજે.
હોય જ્યારે હું ઉદાસ, મુખડું મારું મલકાવવા,
ગીત માટે રાગ તું આપજે.
હોય જ્યારે મારું મનડું ઉદાસ,
ત્યારે હૈયે આશ નવી તું આપજે.
જ્યારે સમસ્યાઓથી થઈ જાઉં હું હતાશ,
ત્યારે હૈયે ઉલ્લાસ નવો તું આપજે,
તું તારા સંગાથ મને આપજે.
મિત્ર ! જ્યારે આંખમાં મારા આવે આંસુ,
રડવા માટે તારો ખભો આપજે.
