STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સતત ચાલતો રહેજે તું

સતત ચાલતો રહેજે તું

1 min
241

જીવન સફરમાં તું ચાલતો રહેજે,

મળે કોઈ સાથી સંગાથી જશ્ન મનાવતો રહેજે,

જીવન પથ પર સતત તું ચાલતો રહેજે,


ઝરણાંની જેમ અવિરત ગતિ કરતો રહેજે,

આવે જો પથરીલો રસ્તો, તો પણ પાર કરતો રહેજે,

જીવનપથ પર સતત ચાલતો રહેજે તું,


રસ્તા હોય ક્યારેક ફૂલોથી સુશોભિત,

તો ક્યારેક કંટકથી ઘેરાયેલા,

હોય ક્યારેક આડા ટેઢા,

તો ક્યારેક સીધા ને સપાટ,

તો પણ તું હૈયે હામ રાખી સતત ચાલતો રહેજે,


અવિરત વહેતી ધાર પણ તોડી શકે,

આ કાળમીંઢ પથ્થરને,

તું તો ઈશ્વરનું અમૂલ્ય સર્જન,

ભીતરભર્યો તારે અખૂટ શક્તિનો ભંડાર,

તું ખોલતો રહેજે,


આકાશની ઊંચાઈઓ સર કરતો રહેજે,

જીવનપથ પર સતત તું ચાલતો રહેજે તું,

ઊભી છે મંઝિલ ચૂમવા તને

સફળતાના ફૂલોથી વધાવવા તને,

સફળતા તરફ ડગ માંડતો રહે જે તું,

જીવનપથ પર ચાલતો રહેજે તું,


કર્મની હોડીને હલેસાં મારતો રહેજે તું,

સફળતાની નદીને પાર કરતો રહેજે તું,

જીવનપથ પર સતત ચાલતો રહેજે તું,

હારની પરવા કર્યા વગર, જીતનો જશ્ન મનાવતો રહેજે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational