STORYMIRROR

Rayde Bapodara

Inspirational

4  

Rayde Bapodara

Inspirational

જીંદગીની ભરમાળ

જીંદગીની ભરમાળ

1 min
232

જીંદગીની ભરમાળમા ભટકવું ક્યાં સુધી,

મંજિલ હશે કેવી ને હશે ક્યાં સુધી.


આ જીવન મળ્યુ માણવા જેવું, 

અંતની કોઇને ખબર નથી,

આ મોહ માયાની જાળમાં, 

ફસાઈ રહેવું ક્યાં સુધી.

 

જીવવું ત્યાં સુધી ઝઝૂમવું રહ્યું, 

સાથે સુખ દુખ સહેવુ જ રહ્યું,

આ સંસાર સાગર પાર કરવા, 

સાગર ખેડીશુ ક્યાં સુધી.


ભૌતિક સુખની એષણાઓમાં, 

આળોટ્યા કરવું ક્યાં સુધી,

પ્રભુ આવીને ઉગારશે નક્કી, 

રટ્યા કરો દર્શન ન આપે ત્યાં સુધી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational