પરિવાર થકી જીવન જન્નત છે
પરિવાર થકી જીવન જન્નત છે
પરિવારમાં સ્નેહથી બંધાવું પડે,
એકબીજા માટે જતું કરવું પડે,
સંબંધો સાચવવા નમવું પડે,
હળીમળીને રહેવા એકબીજાને ગમવું પડે,
રાખવા સંબંધોની લાજ ઘણું ત્યાગવું પડે,
મગજથી નહિ પણ દિલથી કામ લેવું પડે,
એકબીજાના દોષોને ખમવું પડે,
સંબંધ માટે જાત સાથે લડવું પડે,
દરેકને દિલથી માન આપવું પડે,
બધા પ્રત્યે સમાન ભાવ રાખવો પડે,
એકમેક પ્રત્યે હૂંફ રાખવી પડે,
બધા માટે સહકારની ભાવના રાખવી પડે,
એકબીજાના દુઃખ દૂર કરવા તત્પર રહેવું પડે.
