Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Pathak Mehta

Inspirational

4  

Hiral Pathak Mehta

Inspirational

નિર્દોષ હાસ્ય

નિર્દોષ હાસ્ય

1 min
282


ઘરની બહાર નીકળતા જ પાડોશીનું,

બારીમાંથી મારી તરફનું એ નિર્દોષ હાસ્ય,


નીચે જતાં ગાર્ડનમાં રમતા નાના,

ભૂલકાઓનું મારી તરફનું એ નિર્દોષ હાસ્ય,


બહાર જતાંજ ફ્લેટના ગેટ પાસે ઊભેલા,

એ સિક્યોરિટી ગાર્ડનું મારી તરફનું એ નિર્દોષ હાસ્ય,


શાકભાજી વેચતાં એ માસીનું મને બોલાવી,

'જય શ્રી કૃષ્ણ' કહી મારી તરફનું એ નિર્દોષ હાસ્ય,


સિગ્નલ પર ઉભા રહીને ફરજ બજાવતાં ટ્રાફિક પોલીસનું,

વૃધ્ધાને રસ્તો પાર કરાવતાં,એકબીજા સામેનું એ નિર્દોષ હાસ્ય,


ભીખ માંગતા નાના નાના બાળકોનું,

આશાભરી નજરોથી મારા તરફનું એ નિર્દોષ હાસ્ય,


આવી સ્વાર્થી દુનિયામાં પણમ,

મને મળતું રોજ એ નિર્દોષ હાસ્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational