STORYMIRROR

Uday Bhatt

Inspirational

3  

Uday Bhatt

Inspirational

હું રક્ષક છું

હું રક્ષક છું

1 min
14.4K


માભોમને કાજે, લડી શકતો,

મરી ફીટતો, હું રક્ષક છું.

 

તકલીફો મારી આભ આંબતી,

હામ છે મારી મેરુ આંબતી,

માં ભારતીનાં રક્ષણ કાજે,

મરી ફીટતો, હું રક્ષક છું.

 

ગાંધી-સુભાષના આદર્શોને,

પળે પળે હું જીવનારો,

ભગતસિંહના બલિદાન કાજે,

મરી ફીટતો, હું રક્ષક છું.

 

રેલ-ભૂકંપને પડકાર આપી,

દેશબંધુઓની રક્ષા કરતો,

નાત-જાતના બંધનો તોડી,

મરી ફીટતો, હું રક્ષક છું.

 

દુશ્મનોના કાળજા કાંપે,

ભારતના જયઘોષ સાથે,

દેશાભિમાન કાજે સમરાંગણમાં,

મરી ફીટતો, હું રક્ષક છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational