એ તું છો
એ તું છો
આંખો મળી ને અજાણતા સ્મિત વેર્યું જેણે;
એ તું છો!
ભાખોડિયા ભરી સમીપ બોલાવ્યો જેણે;
એ તું છો!
રમકડાં જે હતા તારા પણ કર્યા સહિયારા જેણે;
એ તું છો!
હૈયે હેત રાખી ભાણાં કર્યા એક જેણે;
એ તું છો!
શેરીમાં પડ્યા બાદ ઘાવ પર ફૂંક મારી જેણે;
એ તું છો!
શીખતો હતો સાયકલ ને સહારો આપ્યો જેણે;
એ તું છો!
ફટકાર્યો દડો ઝાડીમાં ને શૂળ ભોંકાયા જેને;
એ તું છો!
હતી ભૂલ મારી પણ ફૂટપટ્ટી ખાધી જેણે;
એ તું છો!
પંચર પડેલી સાઈકલને ધક્કો માર્યો જેણે;
એ તું છો!
કેન્ટીનમાં નાસ્તો કર્યો મેં, ને ચુકવ્યું જેણે;
એ તું છો!
મને ગમતી તો બહુ હતી પણ પૂછી આવ્યો જે,
એ તું છો!
પછી આ ભગ્ન હૃદયને પાટા બાંધ્યા જેણે;
એ તું છો!
કોલેજ બાદ જોબફેરના સમાચાર લઈ આવ્યો જે,
એ તું છે!
નોકરીવાળા ગામમાં ફ્લેટ શોધી આપ્યો જેણે;
એ તું છો!
સુદામાની તંગીમાં કૃષ્ણ બની આવ્યો જે,
એ તું છો!
મારા અકસ્માત બાદ હોસ્પિટલએ જાગ્યો જે,
એ તું છો!
ચિરનિંદ્રામાં પોઢ્યા બાદ ખભો આપ્યો જેણે;
એ તું છો!
"પથીક"ની દુનિયામાં ઈશ્વરની સાક્ષી આપી જેણે;
એ તું છો.