તાણા વાણા
તાણા વાણા
તાણા વાણાની ગુંથણીથી ચાદર બંને છે,
સુખ દૂખથી મજાની એક જીંદગી બને છે .
તાણો ઉભો છે ને વાણો છે આડો,
જીંદગી પણ છે સુખ દુઃખનો સરવાળો.
સુખ છે ઉભું ને આડું એ દુઃખ છે,
આ સુખ દુઃખથી જ જીંદગી બને છે.
સુખમાં ન છલકવુ દુઃખમાં ન હારવું,
પ્રભુએ રચેલી આ સુખ દુખની જીંદગી છે.
