STORYMIRROR

Shital Bhatt

Others

4  

Shital Bhatt

Others

રસ્તો

રસ્તો

1 min
159

રસ્તામાંથી રસ્તો મળે,

જરૂરી નથી કે સસ્તો મળે,

હોય એવો અઘરો ક્યારેક,

કે કમરે કકડો કસવો પડે.


હોય જેની ચાહના,

મંઝિલો ને પામવાની,

નીકળી પડે અરમાનો લઈ,

ને એને ચંદ્ર પણ સસ્તો પડે.


ઉભારાવા દો અરમાનોને,

ને ધાર બનીને વેહાવા દો,

શી ખબર એની ધારે ધારે,

ક્યાંક જીવનનો કસબો મળે.


આમ તો રાહો પર,

રાહબર કોઈ હોતું નથી,

છતાં મન ઝંખે છે કે,

કોઈકનો સાથ અમસ્તો મળે.


રસ્તામાંથી રસ્તો મળે,

જરૂરી નથી કે સસ્તો મળે.


સામગ્રીને રેટ આપો
લોગિન