STORYMIRROR

Kalpesh Patel

Drama

3  

Kalpesh Patel

Drama

કુંડળીનું તેરમુ ખાનું

કુંડળીનું તેરમુ ખાનું

1 min
1.1K

કારોના મહામારી વચ્ચે વિતી ગયેલ વરસે, શું ખરેખર પ્રારબ્ધનું ‘વેઈટેજ’ એટલું બધું હતું અને પુરુષાર્થનું કશું જ નથી ? આસપાસ દ્રષ્ટિપાત કરીએ તો પણ આવા અનેક પ્રશ્નો આપણી ભીતર સર્જાતા રહે, તેનાં જવાબો પણ માંહેથી અપાતા જાય અને માંહ્યલો પ્રતિપ્રશ્નો પણ કર્યા રાખે. અંતરની વાચાની વ્યથા જ્યારે કોઈ પુરુષાર્થ શબ્દને વામણો ગણવાની ભૂલ કરે.

***

મારી કુંડળીમાં ખાનાં તેર,

બાર પાસે પડાવેલી જગ્યામાં મારૂ તેરમું ખાનું,


રાહુ સામે કેતુ લઈ ગાળિયો બન્યો કાલસર્પ મ્હારો 

બીજે બધે બિરાજેલ કમ નહતા,


શનિ સદા વક્રી, તો મંગળ સદા પાઘડીએ !

સાતમે શુક્ર 'ઠાલા' શમણાં દેખાડે સદા,


ચોથે અસ્તનો ચંદ્ર શીતળથી રાખે દૂર

તેરમાં ખાના વારાનો વિશ્વાસ અટલ એ કે,


પહેલા ખાને ઊભેલો 'જગત પિતા સૂર્ય',

કહે નિત, ઓ તેરમાં 'ખાનાનાં, વિરલા',


કરી નવરા પ્લુટો-યુરેનસ – હર્ષલને 

ખાલી 'ખાનાનો, ખજાનો' લૂટવાં

તું તારો 'ગુરુ, થા'

અને 

 'ગુરુ' સુજાડે તે કર્મ કરતો જા...

મળ્યું તેનો વૈભવ માણતો જા !


Rate this content
Log in

Similar gujarati poem from Drama