આપણે અંતે તો એક ઈતિહાસ
આપણે અંતે તો એક ઈતિહાસ
આપણે અંતે શું છીએ?
હા,આજે છે અને કાલે હતાંં,
આવતી કાલ કોણે જોઈ ?
ખરેખર આપણે ખાલીખમ આવ્યા હતાં પણ ખાલીખમ નથી જતા.
લઈને જઈએ છે કર્મોનો ભારો.
યાદ કંઈ રહે કે ના રહે એટલું તો યાદ રાખવું જોઈએ કે આપણા પૂર્વજની જેમ એક ઈતિહાસ જ થઈ જવાના,
ભલે ને આપણે પુસ્તકોમાં નહિ ચમકવાનાં,
પણ ઘરની દીવાલો ને સુશોભિત કરી જવાનાં,
શાનો કરીએ છે અફસોસ કે અભિમાન
આપણે ખાલી જગ્યા પૂરી અને પૂરી જગ્યા ખાલી કરી જવાનાં,
સાચા ખોટા સવાલ જવાબ અને જોડકા જોડી જવાનાં,
આપણે સૌ માનવીઓ ભૂત - કાળ બની જવાનાં,
જિંદગીની પાઠશાળાના ઈતિહાસમાં
આપણે પાસ થઈ જવાનાં.
