દુ:ખી થતો નથી
દુ:ખી થતો નથી
કોઈની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઈને નડતો નથી,
જે ઘડી એ જે મળ્યું તે મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી,
હામ હૈયમાં છે મારાં, એટલે
ઠોકર ખાઉં છું પણ પડતો નથી,
એકાંતમાં રહું છું હું,
છતાંય એકલો પડતો નથી,
સંબંધોનાં વનમાં વસુ છું હું,
એટલે ખાલી ખમ થતો નથી,
મોજ મસ્તીથી રહું છું હું, એટલે
"નાના" દુ:ખી થતો નથી.
