પૈસા
પૈસા
પૈસાનું છે માન જગતમાં પૈસાનું છે માન
પૈસા છે એ માલિક છે બાકી દાસ સમાન
જગતમાં પૈસાનું છે માન,
પૈસા નથી તો જગતમાં
ખાવા મળતું નથી ધાન
જગતમાં પૈસાનું છે માન,
જો ગજવામાં પૈસા નથી
તો ન આપે કોઈ માન
જગતમાં પૈસાનું છે માન,
પૈસો નથી તો આ દુનિયામાં
મળે નહીં રહેવા મકાન
જગતમાં પૈસાનું છે માન,
પૈસા નથી પાસે તો
મળે નહીં બળવા માટે સ્થાન
જગતમાં પૈસાનું છે માન.
