STORYMIRROR

Neeta Chavda

Drama Others

3  

Neeta Chavda

Drama Others

ઉપરછલ્લો પ્રેમ

ઉપરછલ્લો પ્રેમ

1 min
222

સાચો પ્રેમ કર્યો હોય તે કપડાં ઉતારવાનું ના કહે,

રુહથી પ્રેમ કર્યો હોય તે જિસ્મની પાછળ ન ભાગે.!


દિલથી પ્રેમ કર્યો હોય તે વાત વાત પર શક ન કરે,

નિદોઁષ પ્રેમ કર્યો હોય તે હરવાત પર સાબિતી ન માંગે.!


ઉપરછલ્લો પ્રેમ કર્યો હોય તે ક્યારે રાધા-કૃષ્ણ ન બને,

ઈજ્જત વગરનો પ્રેમ કર્યો હોય તે સિયારામ ન થઈ શકે.!


રુપ જોઈને પ્રેમ કર્યો હોય તે આશિક સાચો ના હોઈ શકે,

જોયા પહેલા પ્રેમ કર્યો તે દિલવાળો દગો ના દઈ શકે.!


ક્યારે નહિ મળે છતાં પણ પ્રેમ કર્યો હોય તે ખોટો ના હોય,

એકબીજાનાં નહિ થવાના તો પણ પ્રેમ વધતો જાય એવા સાથી બીજા ના થઈ શકે.!


પોતાનું બધુ જ માનીને પ્રેમ કર્યો હોય તે બીજી કાસ્ટનો જ હોય,

બાપની ઈજ્જત ખાતર છોડી દે પોતાના પ્રેમને એ બેવફા ના હોઈ શકે.!


અલગ થઈને બંને એકબીજાના ફિકર કરતાં હોય એનું કોઈ સાક્ષી ના હોઈ શકે,

દીકરી પણ પોતાની પ્રેમીકા જેવી માંગે જે ઘરની ઈજ્જત ખાતર પ્રેમને છોડે એ દીલબર જેવું ના કોઈ થઈ શકે.!


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Drama