Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Neha Desai

Drama

4.3  

Neha Desai

Drama

નીકળે

નીકળે

1 min
209


કરીએ, જો પ્રેમ, રંગ એવા પાકા નીકળે,

શેરડાં ગાલે, ગુલાલનાં થાય, જે કદીએ, ના નીકળે !


કરીએ જો, પ્રયત્નો સફળતાનાં, એટલાં સઘન,

હથેળીમાં વિજયની, એક નવી, હસ્તરેખા નીકળે !


ખાઈએ, જો ઠોકર, પથ્થર અહલ્યા શો મળે,

એને અડકવા, રામ પણ, વનમાં નીકળે !


થઈએ જો નિરાશ, ઉદાસ એમ સાંજ ઢળે,

સૂરજ પણ એનું, મોં સંતાડીને, ઢળવા નીકળે !


કરીએ જો શરૂઆત, એવી, મંગળ નીકળે,

શુભ અને લાભ ચોઘડિયાં પણ, પોબારા નીકળે !


અનુસરીએ, જો, 'ચાહત'ને હૃદયથી, 

માન સન્માન આપવા, દુનિયા નીકળે,

આપણાં ગયા પછી પણ, નામ આપણું અમર નીકળે !


Rate this content
Log in