આજની ઘડી છે સોહામણી
આજની ઘડી છે સોહામણી
મીઠા મોરલા ને મીઠા એમને ટહુકા રે લોલ
તેથી મીઠી રે કોયલ રાણી જો આજની ઘડી છે સોહામણી,
ઘર સજ્યા છે ફોરમના રે લોલ
તેમાં સજ્યા છે ફૂલ જો
આજની ઘડી છે ઉમંગની રે લોલ,
આંગણાં સજ્યા છે અવસર ના રે લોલ
તેમાં સજ્યા છે ઓજાસ જો
આજની ઘડી છે સહકારની રે લોલ,
મેડીઓ સજી છે મીઠાશથી રે લોલ
તેમાં સજી માળિયાંની મ્હેક જો આજની ઘડી છે તહેવારની રે લોલ.
