Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mrugtrushna Tarang

Drama

3  

Mrugtrushna Tarang

Drama

તરી જાણીશ મધદરિયો ય

તરી જાણીશ મધદરિયો ય

1 min
299


લગીરે નથી રાખી ઊંચેરી કોઈ આકાંક્ષાઓ,

કેવળ મળે આશ્વાસન કે, નૈં થાય હૈયે તવ સ્થાન નીચું કદીયે...

તો, તરી જાણીશ મધદરિયો ય...


મોટ મોટી પાર્ટીઝમાં નથી થાવું સહભાગી,

કેવળ મળે માન સમ્માન કે, તું નૈં કરું સહુ સામે અપમાન રે મારું,

તો, તરી જાણીશ મધદરિયો ય...


નથી જોઈતા આસમાનનાં તારલીયાઓ,

કેવળ મળે તવ નજરમાં ધ્યાન કે, ન અવગણું તું કહેણ મારું,

તો, તરી જાણીશ મધદરિયો ય...


ઈત્ર છાંટુ ન છાંટુ ગુલાબજળ, કોઈ ગમ નથી,

કેવળ મળે તવ વિચારોમાં ભાન કે, ન સંભળાવું તું વારેઘડીએ,

તો, તરી જાણીશ મધદરિયો ય...


દુન્યવી મોજમસ્તીની નથી કોઈ દરકાર મને,

કેવળ મળે તુજ લાગણીનું અખંડ વહાણ.. 

તો, તરી જાણીશ મધદરિયો ય...


નથી ખૂબસૂરત મૂરત હું, તુર્ત ગમી જાઉં તને,

કેવળ હૃદય રૂડું જોઈ જો તવ મન હરખાય સુજાણ...

તો, તરી જાણીશ મધદરિયો ય...


સિદ્ધ લેખકની જ રહી એક ખેવના મમ,

કેવળ તું ન તોડ ભરોસો કહી કટુવેણ દિનરૈન

તો, તરી જાણીશ મધદરિયો ય...


હોઈ શકે મેળવવા જેવું ઘણું ય જીવનમાં,

કેવળ તું ન તરછોડ દૈ થપ્પો, કહી, આવ્યો અબઘડી...

તો, તરી જાણીશ મધદરિયો ય..


નથી પામવાની કોઈ ગુપિત મનસા કોઈ મારે,

કેવળ તું ન હસી કાઢું મારાં શબ્દોની શાન..

તો, તરી જાણીશ મધદરિયો ય..


Rate this content
Log in