STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Inspirational

જીવનનો અનોખો ઢંગ

જીવનનો અનોખો ઢંગ

1 min
27.1K


હું જીવનનો કૈક એક અનોખો એવો ઢંગ બનું,

કાનુડા તારી મોરપીંછનો એકાદ એવો રંગ બનું,


હવામાં ખુશ્બુની જેમ ભળી જાવ બસ અમથો,

કે જેમાં કદીયે વિરહ ન આવે એવો સંગ બનું,


સથવારો થઇ મારગ ભૂલેલી કશ્તીઓ માટે,

તોફાનોમાં પણ કિનારો મળે એવો તરંગ બનું,


આગ ઈશ્કની હોય તો એ દર્દની પણ મજા છે,

ફૂલ જેવા ઝખમ માટે ભલે ને એક કલંક બનું,


"પરમ" અર્થે ભલે જીવન થઇ જાય કુરબાન,

મોતને "પાગલ" જેમ પ્રેમ કરીને જીવંત બનું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama