STORYMIRROR

Mahebub Sonaliya

Drama

3  

Mahebub Sonaliya

Drama

સફર જીવન ની એમ જ કરું છું

સફર જીવન ની એમ જ કરું છું

1 min
22.8K




સફર જીવનની એમ જ કરું છું,

તને હોવા-પણું મારું ધરું છું,


અરીસો કોણ કે' સાચું જ બોલે,

મને હું જોઉં છું, જોયા કરું છું,


અંગરખો દંભનો મોટો છે કદથી,

બધાથી એટલે નોખો તરું છું,


હું મારામાંની દિવાલો ને તોડી,

તમારામાં હવેથી વિસ્તરું છું,


હવે કોઠે પડ્યું છે છેતરાવું;

કદી તું તો, કદી હું છેતરું છું,


વિચાર્યું કયાં છે ક્યારે ખર્ચવાનો?

જે સુખની લાલચે ભેગું કરું છું,


તને ખોવાઇ જાવાનો જ ડર છે,

મને જો હું મળું છું તો ડરું છું,


મળી ફુરસદ મને ક્યાં એક પળની,

તને બસ જોઉં છું જોયા કરું છું!


ઉપાધી બધી 'મહેબુબજી' હું,

નિમંત્રણ દૈ અને ક્યાં નોતરું છું!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama