STORYMIRROR

Devendra Raval

Drama Romance

4  

Devendra Raval

Drama Romance

જિંદગીમાં

જિંદગીમાં

1 min
320

અલગ થવાના હજારો બહાના મળ્યાં,

મનને બહેલાવવા કારણો મજાના મળ્યાં,


આખી જિંદગીને દાવ પર લગાવી છે જેને,

પ્રેમને શોધતા બહુ ઓછા દિવાના મળ્યાં,


જિંદગીમાં રોજ કેટલાં લોકો મળતા રહ્યા,

લાખોની ભીડમાં ફક્ત એકાદ પોતાના મળ્યાં,


એ જ હસે છે ખડખડાટ જેને દર્દને પીધું છે,

પ્રેમના નશામાં મદમસ્ત ફકીર મસ્તાના મળ્યાં,


નાસમજ છું કે સવાલો ઊઠાવું છું ખ઼ુદા તારા પર,

નજર પડી, હર દિલમાં પ્રેમના અફસાના મળ્યાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama