STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

અધિરાઈ

અધિરાઈ

1 min
406

આતે કેવી અધિરાઈ છે તારી,

તું હરપળ પોકાર કરે છે મારી,

તારી દરેક પોકાર સાંભળીને,

ચિંતા મુજને થાય છે તારી... 


જ્યારે હું બહાર જાઉ છું ત્યારે,

મૂંઝવણ વધી જાય છે તારી,

હું તો તારા દિલમાં વસ્યો છું,

બાવરી ન બન મારી વ્હાલી....


ખૂબ જ પ્રેમ કરે છે તું મુજને,

ખુદાને પણ ઈર્ષા આવશે તારી, 

હું છું પ્રેમનો ઘુઘવતો સાગર, 

પ્રેમની સરિતા છો તું મારી....


તું છો મારા દિલની ધડકન,

હું છું શ્વાસોની સરગમ તારી,

તારા પ્રેમનો દિવાનો છે "મુરલી",

મહેકાવ તું વસંત પ્રેમની મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama