STORYMIRROR

Geeta Thakkar

Drama Others

4  

Geeta Thakkar

Drama Others

ચાલ સમયની

ચાલ સમયની

1 min
258

ચાલ બદલાતી રહે કાયમ સમયની,

વાત મનવા સૌ કરે કાયમ સમયની,


વાયદો પાળી શકે ના કોઈ જ્યારે,

ઢાલ ત્યારે સૌ ધરે કાયમ સમયની,


માનવી ધનથી છકી જ્યાં જાય ત્યારે,

ત્યાં પછી થપ્પડ પડે કાયમ સમયની,


કોઈ માનવ ના કદી રોકી શકે એ,

કાળમાં રેતી સરે કાયમ સમયની,


લોક બોલે સૌ વહેતો એ રહે છે,

"ગીત" યાદો તો રહે કાયમ સમયની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama