STORYMIRROR

Rohit Kapadia

Drama

4  

Rohit Kapadia

Drama

તો

તો

1 min
248

આમ જુઓ તો રસ્તો ટૂંકો,

 આમ જુઓ તો હર પગલે ઠોકર,


 આમ જુઓ તો જીતની બાજી,

 આમ જુઓ તો ચાલ બીજાની,


 આમ જુઓ તો પાંખ મજાની,

 આમ જુઓ તો પિંજરનું બંધન,


 આમ જુઓ તો દોટ આંધળી,

 આમ જુઓ તો ત્યાંના ત્યાં,


 આમ જુઓ તો સ્વપ્ન રંગીન,

 આમ જુઓ તો ભ્રમણાની જાળ,


 આમ જુઓ આ સ્નેહનાં સગપણ,

 આમ જુઓ તો સ્વાર્થનાં બંધન,


 આમ જુઓ તો જીવન જીવાતું,

 આમ જુઓ તો મોતનો સાયો,


 આમ જુઓ તો ઈશ્વર સર્વત્ર,

 આમ જુઓ તો આભાસી મૃગજળ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama