STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

4  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

મિત્ર જાણે જીવનનું દર્પણ

મિત્ર જાણે જીવનનું દર્પણ

1 min
412

મિત્ર જાણે જીવનનો અરીસો,

જીવનના જંગમાં એ છે ઢાલ સરીખો,


લાગણીનું હોય એના સાથે અતૂટ બંધન,

જાણે જીવનનું સૌથી કિંમતી છે એ ધન,


મિત્રતાનો સંબંધ છે જગમાં ન્યારો,

મારો દોસ્ત મને લાગે બહુ પ્યારો,


મિત્ર સાથે છે મારો અદ્ભૂત નાતો,

મુસીબતમાં વગર સાદે દોડી એ આવતો,


સૌથી અનોખો સંબંધ દોસ્ત સાથે બંધાય,

મન જ્યારે મારું મૂંઝાય,મારી ચિંતામાં એનું હૈયું ગભરાય,


અતૂટ લાગણીનું બંધન એના સાથે બંધાય,

તૂટેલા આશાના તાર એના થકી સંધાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama