STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

માન સરોવરના હંસો

માન સરોવરના હંસો

1 min
167

અમે ધોળા- ધોળા રે

માન સરોવરનાં હંસો રે,


અમે તો રૂડાં ને રૂપાળાં હો,

રહેતાં સરોવર કિનારે રે,

જીવ ને કાયાં અલગ છે,

જીવનભર સાથ નિભાવતાં રે,

અમે માન સરોવરનાં હંસો,


ઉંચેરાં આભલે, અમે ઊડનારાં,

સંગી સથવારે, અમે રહેનારા રે.

વાયરાં ને વાતો કરનારાં અમે,

વાદલડીના વાદ અમારા રે,

અમે માન સરોવરનાં હંસો,


બનતાં મહેમાન અમે તો,

દેશ પરદેશ ને વનરાઈઓના રે...

લાંબી તે મંજિલો અમારી,

હઠીલા અમે તો, હંસલીનાં પ્રેમતણાં રે.

અમે માન સરોવરનાં હંસો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama