STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

મારે કહેવી છે

મારે કહેવી છે

1 min
135

કહેવી છે મારે, કહેવી છે,

મારા દલડાની વાત,

મારે કહેવી છે રે,


મન મારુ તો નથી મારા કાબૂ,

મને લાગે છે વાત મારે કેવી,

કહું કોને હું દલડાની વાત હો,


કહેવી છે મારે, કહેવી છે,

મારા દલડાની વાત,

મારે કહેવી છે રે,


હું તો શમણાં સજાવી બેઠી,

સાજન તારા નામના રે,

હૈયે હરખ મને યારા રે પ્રેમનો,


કહેવી છે મારે, કહેવી છે,

મારા દલડાની વાત,

મારે કહેવી છે રે,


મારી સૂની રાતલડીનો ચંદ્નમાં છો,

અંધારી રાતનો દીવડો તમે છો,

મારી સેંથીનું સિંદૂર તમે હો,


કહેવી છે મારે, કહેવી છે,

મારા દલડાની વાત,

મારે કહેવી છે રે,


મિલનની આશમાં ઘેલી બની હું,

ભૂલી હું તો ભાન, સહિયર રે,

મારા ભરથાર મને મળવાને આવ્યાં,


કહેવી છે મારે, કહેવી છે,

મારા દલડાની વાત,

મારે કહેવી છે રે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama