STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

અમે તો થઈ ગયા ધનવાન

અમે તો થઈ ગયા ધનવાન

1 min
169

કર્યું મે હૃદયને કિનારે ખોદકામ,

ગેરસમજની રેતી કરી દૂર,


મોંઘેરા મને રત્નો મળ્યા,

સહકાર, હૂંફ કેરા હીરા મળ્યા,


મહોબતના મોંઘા મોતી મળ્યા,

સાથના સોનેરી સિક્કા મળ્યા,


દરકારનો દાગીનો મળ્યો,

હૂંફનું હેમ મળ્યું,


પ્રેમનો પન્ના મળ્યો,

જતનના મળ્યા ઝવેરાત,


નેહના મળ્યા નીલમ

હેતના હીરા મળ્યા,


પ્રીતનાં મળ્યા પોખરાજ,

હતા અમે સાવ નિર્ધન,


પણ સ્વજનના પ્રેમની દોલત મળી,

અમે તો થઈ ગયા ધનવાન.


Rate this content
Log in

Similar gujarati poem from Drama