STORYMIRROR

purvi patel pk

Drama

3  

purvi patel pk

Drama

સ્વપ્ન

સ્વપ્ન

1 min
131

આંખોના સમંદરમાં અમે, સ્વપ્નો શું ઉલેચ્યા,

તમે તો હોડી લઈ, વહાણવટે નીકળ્યા,  

ગુંથ્યા શું કેશ અમે આજે, આમ જ અમસ્તા,

તમે તો દિલમાં ગુલાબ થઈ ઊગ્યા, 


ઝાંકળની બુંદોને અમે મોં પર શું ઝીલી, 

તમે તો યાદોનો વરસાદ થઈ વરસ્યા, 

સ્નેહના સંગીત અમે શું સંભળાવ્યા,  

તમે તો આખી સરગમ થઈ વાગ્યા, 


વાતોમાં મોરલાનો અમે ઉલ્લેખ શું કર્યો,

તમે તો જીવનનો ટહુકાર બની આવ્યા, 

લાગણીના માર્યા અમે સપનાઓ છલકાવ્યા, 

તમે તો દિલની ધડકન થઈ ધડકયા,


પ્રેમની પરિભાષા પૂછી શું બેઠા,

તમે તો ગોકુળના 'કાન્હા' થઈ આવ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama