એકલતા
એકલતા
અંધારી આલમ તણાં અમે રે,
ઝૂરતાં રે સખી સાજન કાજ રે,
વાત કરું તો કોની સાથ રે,
સહવાય ના અમને રે એકલતા,
પ્રેમનાં ભારાં અમરે માથે રે,
ભાથું કેમરે જીરવાય એકલતાનું રે,
ભીંતડાં ઘરનાં અમને બિવડાવતાં,
હૈયે ઉભરાણાં ઉર એકલતાનાં રે,
જાત ઘસાઈ પ્રેમનાં તણખાંમાં રે,
વય જાય છે વહી વહી એકલતામાં રે,
પંડ પંડ ડચકાં ભરતાં અંધકારમાં,
વિછુડાંનાં ડંખ સમા રે એકલતામાં,
કહું નાં સહું હું તો દર્દ મારાં રે,
ભીંજાણાં રોઈ રોઈ પાલવ એકલતામાં રે,
હારી ગઈ "રાજ"તારાથી મારાથી રે,
જીરવું કેમ મારે તારી એકલતાને રે.