પ્રેમની ઝંખના
પ્રેમની ઝંખના
તારી યાદમાં આંસુ વહાવી,
દિવસો વીતાવું છું હું,
તારી પ્રેમભરી નજર પામવા,
મારા દિલથી ઝંખુ છું હું.
જ્યારથી મે જોઈ છે તુજને,
મળવા ઈચ્છું છું હું,
તને મારા દિલમાં વસાવવા,
મારા દિલથી ઝંખુ છું હું.
તસ્વીર તારી મનમાં વસાવી,
પૂજવા ઈચ્છું છું હું,
પ્રેમની વસંત મહેકાવવા કાજે,
મારા દિલથી ઝંખુ છું હું.
તારા યૌવનમાં મદહોશ બનીને,
ડૂબવા ઈચ્છું છું હું,
ગુલાબી અધરોનું રસપાન કરવા,
મારા દિલથી ઝંખુ છું હું.
તુજને મારી લૈલા બનાવીને,
મજનું બનવા ઈચ્છું છું હું,
ન તડપાવીશ મુજને "મુરલી",
મારા દિલથી ઝંખુ છું હું.

