STORYMIRROR

Geeta Thakkar

Drama Inspirational

3  

Geeta Thakkar

Drama Inspirational

સૂર્ય

સૂર્ય

1 min
113

આભ દોર્યુ તો ઊગ્યો સૂર્ય,

જગમાં સર્વત્ર ઝળહળ્યો સૂર્ય,


જ્યાં તમસ જોયું નિરાશાનું,

આશ થઈને બસ હસ્યો સૂર્ય,


યામિનીરાણીનાં ખોળામાં,

રાત આખીયે રમ્યો સૂર્ય,


સાંભળીને ચાંદની કવિતા,

સ્હેજ ઈર્ષાથી બળ્યો સૂર્ય,


સાંજનાં સોનેરી રંગો સહ,

ક્યાંક યાદોમાં ડૂબ્યો સૂર્ય,


જોઈ માનવની મહેનત,

થઈને પરસેવો રડ્યો સૂર્ય,


કલ્પનાનાં કાફિયા સંગે,

"ગીત", ગઝલોમાંં ઢળ્યો સૂર્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama