મૃત્યુ પછીનું જીવન
મૃત્યુ પછીનું જીવન
શું કોઈએ જોયું છે ? મૃત્યુ પછીનું જીવન,
તર્ક, વિતર્કમાં'જ રહે, મૃત્યુ પછીનું જીવન..
પૂરી જિંદગી સત્કર્મોને સુચારું જીવન જીવે,
સ્વર્ગ નસીબે ભોગવે, મૃત્યુ પછીનું જીવન..
કરે જે અત્યાચાર ! ને જીવે અધર્મી જીવન,
નર્કના દ્વાર એના ખુલ્લે, મૃત્યુ પછીનું જીવન..
કહે છે ! સાધું સંત ને પરમ આત્માઓ ફરી,
અવતરે, ને પુન:જન્મે, મૃત્યુ પછીનું જીવન..
કાલની કોને ખબર છે ? ને ક્યાં મોતની ખબર ?
જીવો પ્રેમથી જિંદગી, હો,ના'હો મૃત્યુ પછીનું જીવન.
