STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

તરસ

તરસ

1 min
137

તરસતી આંખોમાં,

ભીનાશ છે પાંપણોમાં,

આંખ ખોલું તો દરિયો ને,

બંધ કરુ તો પૂર છે,


તરસું હું એક તણખલા કાજ,

મળે જો ઝાકળનું બુંદ મને તો,

સૂકાયેલાં હોઠ કરુ હું ભીના,

અંતર મન થાય હાશકારો,


શું કરુ આ શૃંગારનું હું,

કરુ શું આ ચૂડી, ચાંદલાંનું હું,

સૂના પડ્યાં તરણાં ને ઝરણાં,

પાંપણના પલકારાં આજ કયાં ?


નથી મન તારે આજ લાગણી,

માગણી તો મારી તારાં ઉરની,

હૈયાં વિંધ્યાં તે તો "રાજ"મારાં,

વરસાવી જા એક વાદળી રે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama