સુંદર ચહેરો
સુંદર ચહેરો
સુંદર ખીલેલો ચહેરો તેનો,
આજ અચાનક મુરઝાઈ ગયો ?
તેનો મુરઝાયેલો ચહેરો જોઈને,
શેરીઓમાં અંધકાર છવાઈ ગયો,
સૂમસામ બનેલી શેરીઓ જોઈને,
સમિર પણ વહેતો અટકી ગયો,
તેના ચહેરાની ચિંતા કરીને હું,
વિચારોની વણઝારમાં ડૂબી ગયો,
મે બોલાવવા પ્રયત્ન કર્યો તેને,
અવાજ મારો રૂંધાઈ ગયો,
પ્રેમથી તેનો ચહેરો પકડાયો તો,
શ્વાસોની સરગમ રેલાવી ગયો,
અચાનક હસી પડી મુજને જોઈને,
મારા દિલની ધડકન વધારી ગયો,
ખીલી ઊઠેલો તેનો ચહેરો જોઈને,
શેરીઓમાં રોશની ફેલાવી ગયો,
બોલી ઊઠી તે મુજને જોઈને,
કેમ તું ચિંતાતુર બની ગયો ?
"મુરલી" તો તારી જ છે વાલમ,
તે સાંભળી હું દિલથી હરખાઈ ગયો,

