કલ્પના
કલ્પના
કલ્પનાના ગગનમાં વિહરતી હું જઈશ,
કલ્પનાની આઝાદી માણવાને હું આવીશ,
કલ્પનાતીત યાદોને વાગોળતી હું જઈશ,
કલ્પનાના મૌનને બોલાવતી હું રહીશ,
કલ્પનામાં પાનખરને ખંખેરી હું લઈશ,
કલ્પનાની વસંતે ટહુકી હું જઈશ,
કલ્પનાના રંગોથી રંગાઈ હું જઈશ,
કલ્પનાના શબ્દોમાં બોલતી હું રહીશ,
કલ્પનાના દર્દને પણ પચાવી હું જઈશ,
કલ્પનાના વરસાદમાં ભીંજાઈ હું જઈશ,
દુન્યવી દુનિયાના દુષણોથી દૂર,
કવિયત્રી છું, કવિતાઓમાં જીવતી હું રહીશ.
