Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Devendra Raval

Drama Romance

4  

Devendra Raval

Drama Romance

કોશિશ

કોશિશ

1 min
405


કોશિશ ખાલી મનને બહેલાવવાની છે,

દિલ નાદાન છે, થોડું સમજાવવાની છે,


કારમી વાસ્તવિકતાને થોડી ક્ષણ ભૂલીને,

ખાલી સપનાંઓમાં મહાલવાની છે,


થોડી ક્ષણો પણ મળી જાય એ લાલચમાં,

આ દર્દને કામચલાઉ ભૂલાવવાની છે,


આખરી મંઝિલ તો બસ તારું જ શરણ છે,

તારી સંગાથમાં મજા થોડું ભટકવાની છે,


કાશ ! મારાં જેટલો ભરોસો તે રાખ્યો હોત,

વાત તો ખાલી ભીતરની જ માનવાની છે,


સમજ અલગ હોય એ પ્રકૃતિની વાત છે,

વાત તો ખાલી સમજને મૂલવવાની છે.


Rate this content
Log in