સમય
સમય
સમય સંગાથે ઘૂમી રહ્યો, અજાણ ખુદથી આ માનવી
ઝાંકે નહીં ખુદની ભીતર કદીય, આ ભટકતો માનવી....
સપનાં સજાવે નિત નવા, સંસારરૂપી સ્વપ્નમાં
સપનાં તૂટતાં ધ્રુસકે રડે, લાચાર આ માનવી
ઝાંકે નહીં ખુદની ભીતર કદીય, આ ભટકતો માનવી....
સ્વાર્થ તણાં સરોવરમાં ડૂબકી સદા મારતો રહે
માનવતા અને નિ:સ્વાર્થ ભાવ કેળવે ન માનવી
ઝાંકે નહીં ખુદની ભીતર કદીય, આ ભટકતો માનવી....
મારુ તારુ ના ભેદ કરી, ઝગડતો રહે સદાય
બધું છે આ ભગવાનનું, સમજે નહીં માનવી
ઝાંકે નહીં ખુદની ભીતર કદીય, આ ભટકતો માનવી....
આખરી સમયે યાદ કરી, પસ્તાતો રહે એ
સમય રહેતા કદીય, સમજે જ નહીં માનવી
ઝાંકે નહીં ખુદની ભીતર કદીય, આ ભટકતો માનવી....
સમય સંગાથે ઘૂમી રહયો, અજાણ ખુદથી આ માનવી.