Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Romance Fantasy Inspirational

3  

Prashant Subhashchandra Salunke

Romance Fantasy Inspirational

કોઈ ફેર પડે

કોઈ ફેર પડે

1 min
119


શું ફેર પડે કે માફી નહીં આપું તેને ?

નિર્દોષ તે નથી તો નિર્મળ હું પણ નથી !


શો ફેર પડે કે તે નગણ્ય મને ગણે !

અભિજાત તે નથી તો નભસિલ હું પણ નથી !


શો ફેર પડે કે જીવે નહિ મારા સાથે !

સુધા તે નથી, તો હળાહળ હું પણ નથી !


શો ફેર પડે કે તે વચન મારું ન પાળે !

શાશ્વત તે નથી, તો ચંચળ હું પણ નથી !


શો ફેર પડે કે તે મંજિલની આડી આવે !

આદિત્ય હું નથી તો વાદળ તે પણ નથી !


શો ફેર પડે કે તે વિશ્વાસ મારો તોડે !

આશ્વસ્ત તે નથી તો સરળ હું પણ નથી !


પ્રશાંત, માફ કરીશ પણ જઈને કહે એ ઉદ્ધતને,

ઉચ્છૃંખલ તે નથી, તો ખીજાળ હું પણ નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance