Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyoti Ramani

Classics Drama Fantasy

2.7  

Jyoti Ramani

Classics Drama Fantasy

પરમ સાથે પ્રીત

પરમ સાથે પ્રીત

1 min
13.6K



શ્યામ

તારી હું પૂજા કરું, સેવા કરું

ના, મારું કામ નહી,

હા પણ, જો તારું નામ ન લઉં

તો, મારું નામ નહી,


તને શણગારું, ને તને જમાડું

ના, મારું કામ નહી,

હા પણ, જો તને વહાલ ન કરું

તો , મારું નામ નહી,


હઠીલો બહું, તારી હઠ છોડાવું

ના, મારું કામ નહી,

તારી હઠમાં પાગલ ન થઈ જાઉં

તો, મારું નામ નહી,


તારા ચરણે અર્પી દઉ હું બધું

ના, મારું કામ નહી,

તું જો નચાવે મને, અને ન નાચું

તો, મારું નામ નહી,


તું બોલાવે ને હું દોડી આવું

ના, મારું કામ નહી,

હું બોલાવું, તું દોડતો ન આવે

તો, તારું નામ નહી!


Rate this content
Log in

Similar gujarati poem from Classics