હળવાશ ૫૯
હળવાશ ૫૯
1 min
23.4K
સુખનું બીજું ઉપનામ હળવાશ છે ;
દેખીતું સ્વર્ગનું ધામ હળવાશ છે .
રાસ મનમાં રચાશે બધાં નાચજો ;
બોલજો રાધિકા-શ્યામ હળવાશ છે.
નામમાં વાત ના જોડશો ધર્મની ;
ભાવથી જો ભજો રામ હળવાશ છે .
વાત સાદી સરળ લાગશે આ જરા ;
આપણા માન-અકરામ હળવાશ છે .
દોડતાં દોડતાં જિંદગી થાકશો ;
આખરે મોતનું દામ હળવાશ છે.