Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hanif Sahil

Tragedy Abstract

3  

Hanif Sahil

Tragedy Abstract

લે મને

લે મને

1 min
13.8K


અજવાશનો શું અર્થ છે સમજાવ લે મને,

દીવાસળીની જેમ તું સળગાવ લે મને.

આ તારા શહેરમાં મળ્યું ભૂલા પડ્યાનું સુખ,

ભટકી ગયો છું નાં વધુ ભટકાવ લે મને.

આકંઠ ગુલમહોર પીને હોશમાં છું હું,

સાકી! આ રિક્ત જામ છે છલકાવ લે મને.

શું છે આ સૂર્ય તાપ તૃષા ઝાંઝવા ને છળ,

શું છે આ રણમાં દોડવું અટકાવ લે મને.

કોઈ સિતાર જેમ હું વાગી ઊઠીશ તરત,

ખાલી હવાનો હાથ પણ અફળાવ લે મને.

આ ખાલી ખાલી સાંજનો શું અર્થ છે કહે,

શું છે ઉદાસ થઇ જવું બતલાવ લે મને.

તારા શરીરનો જ એક હિસ્સો છુ હું હનીફ,

પહેરણની જેમ પણ હવે અપનાવ લે મને.


Rate this content
Log in