STORYMIRROR

Meena Mangarolia

Abstract Others

3  

Meena Mangarolia

Abstract Others

નથી આરો કે ઓવારો

નથી આરો કે ઓવારો

1 min
27.9K


નથી આરો કે ઓવારો,

નથી સાથ કે સથવારો.

ક્યાં છે આરો કે ઓવારો...


ત્યાં એકલ પંડે જ જાવું,

ત્યાં શરણ સોબતી થાવું.

સમય નિસરતો એકધારો.

નથી સાથ કે સથવારે...


ત્યાં પવન પાણી નહિ સાથે,

ઘરા અગન ક્યાં છે ભાથે.

ત્યાં નથી વિચારો આચારો.

ત્યાં નથી સાથ કે સથવારો.


ઝળહળવું એક પરમાણા,

સમજ ઘરી લ્યો સૌ શાણા,

ત્યાં છે અવકાશી આધારો.

ત્યાં નથી સાથ કે સથવારો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract