STORYMIRROR

Manishaben Jadav

Action Classics Inspirational

4  

Manishaben Jadav

Action Classics Inspirational

આઝાદીની ગાથા

આઝાદીની ગાથા

1 min
227

અનેક વીરોએ બલિદાન અપાવી

ખુનની રકતધારામા યુવાની વિતાવી

આઝાદીની ગાથા કંઈ સહેલી નથી રે


સામી છાતીએ ગોળી દિલમાં ખાધી

ઘર માબાપને હંમેશા તરછોડી

આઝાદીની ગાથા કંઈ સહેલી નથી રે


અન્યાય અને ભેદભાવ ઘણાં સહ્યાં

અંગ્રેજો સામે ખૂબ જ લડ્યા

આઝાદીની ગાથા કંઈ સહેલી નથી રે


વિદેશી વસ્તુઓને આગમાં જલાવી

સ્વદેશી વસ્તુઓને સન્માન અપાવી

આઝાદીની ગાથા કંઈ સહેલી નથી રે


નાતજાતના ભેદભાવ ભૂલીને મળ્યા

એકબીજાનો સહારે સૌ આવ્યા

આઝાદીની ગાથા કંઈ સહેલી નથી રે


ડર કાયરતા છોડીને ચાલ્યા

હિંમતથી સામનો કરતા આવ્યા

આઝાદીની ગાથા કંઈ સહેલી નથી રે


મોતને મુઠ્ઠીમાં લઈને નીકળ્યા

આઝાદી કાજે વિવિધતા ભૂલ્યા

આઝાદીની ગાથા કંઈ સહેલી નથી રે


Rate this content
Log in

Similar gujarati poem from Action