હે મારા વ્હાલા- માની ગયેલો ભક્ત (2)
હે મારા વ્હાલા- માની ગયેલો ભક્ત (2)
તું જ એક છું જે કણ-કણમાં વ્યાપ્યો, હે મારા વ્હાલા,
તારા દર્શને શીખવાડ્યા (જીવનના) ખરા અર્થ, એકદમ સાચે-સાચા, તું જ ..
બોલવા નહિ બોલ કોઈ ને કદી કાઠા, કેમકે લાગશે એને માઠા. તું જ ..
મોંઘા પેંડા કરતા રામ રોટીમાં ખર્ચેલા, લાગશે સસ્તા અને મીઠા. તું જ ..
વહેલા ઉઠશો તો મળશે તાજગી, ઠંડા પાણી રાખશે મગજ ને ઠંડા. તું જ ..
બસ માં બેસવાથી નથી બદલતા સ્ટેટ્સ, માણસ રહે છે એવા ને એવા. તું જ…
ખાટું લાગે કે પછી ખોટું લાગે બધું જ પચાવી શકીએ, આપણે બધા. તું જ…
મોટે થી બોલો કે બૂમો પાડો, તમારા વેણ રહેશે એવા ને એવા. તું જ ..
મોટા દાન
કરો કે દયા કરો, પણ એના ઉપયોગ ને રાખો ધ્યાનમાં. તું જ…
બળવાન હોય એ નિર્બળ ને મારે, ક્યાં દેખાય એમાં શુરવીરતા. તું જ ..
બીજા નું જોઈ ને મન શું ડગાવું, છેવટે ચારિત્ર્ય આપણું છે પોતાનું. તું જ ..
ધક્કા મારીને ભલે આગળ વધો, પણ મંજિલ ના મળે તો ક્યાં જશો?
દર્શન તારા કરે પણ દેખાય ચપ્પલ, કેમ કે ચિત્તમાં ક્યાં હોય અક્કલ.
કષ્ટ વેઠી તને શોધવા શું ભટકું, ઈચ્છા થાય તો બસ મારવાનું છે એક મટકું,
દૂર ના ડુંગરા કરતા નજીક ની ડેરી એ પણ તુંં,
સાચા હૃદયે યાદ કરું તો સાથે-સામે જ છે તુંં,
કેમ કે તું જ એક છું જે કણ-કણ માં વ્યાપ્યો, હે મારા વ્હાલા. તું જ ..