ભલે તારા નથી
ભલે તારા નથી
ભલે તારા વાળ લાંબા નથી,
પણ એમાં ડૅન્ડ્રફ તો નથીજ ને.
ભલે તારા ગાલમાં ડિમ્પલ નથી,
પણ એ એટલા સિમ્પલ તો નથીજ ને.
ભલે તારો અવાજ કોયલ જેટલો મધુર નથી,
પણ કાગડા જેટલો કર્કશ તો નથીજ ને.
ભલે તારા દિલમાં મારુ સ્થાન પરમેનન્ટ નથી,
પણ એમાં કોલેસ્ટ્રોલ તો નથીજ ને.
ભલે તું હજી ગ્રેજ્યુએટ નથી,
પણ તે હજી ભણવાનું છોડ્યું તો નથીજ ને.
ભલે તારી ફિગર ઝીરો નથી,
પણ તારી સામે કોઈ હીરો તો નથીજ ને.