STORYMIRROR

Bharat Parmar

Comedy Fantasy

4  

Bharat Parmar

Comedy Fantasy

પતિનો વિયોગ

પતિનો વિયોગ

1 min
224

હવે તો લાગે છે પિયરમાં જઈને ભલે હું યાદ આવતો નથી 

તારી ગેરહાજરીમાં પણ તારો ડર મારાથી ભૂલાતો નથી,


હવે તો તારો વસમો વિયોગ મારાથી જરાય સહેવાતો નથી

તારા વિના રાત દિવસનો સમય ખરેખર હવે કપાતો નથી,


હવે તો હોટલના સ્વાદિષ્ટ ભોજન પણ મને ભાવતા નથી 

તારા વિના મનપસંદ કપડાં પહેરવા પણ મને ગમતા નથી,


હવે તો કેમ છો ? એવું તારી સખીઓ પણ મને પૂછતી નથી 

પાછી આવી જા હવે પરમ શાંતિ પણ મને ગમતી નથી,


હવે તો ડોકટરો, મિત્રો કે સંબંધીના ફોન પણ આવતા નથી 

કોઈ પૂછતું પણ નથી સુગર બીપી કેમ ચેક કરાવતા નથી,


હવે તો એકલા સાથે કોઈપણ વાતનું વતેસર લાગતું નથી

તારી કચ કચ ને ટક ટક વિના મારું મન પણ માનતું નથી,


હવે તો પડોશીઓને પણ કોઈ હેરાન પરેશાન કરતું નથી

એટલે જ તો એમને ઝગડાનું કોઈ  કારણ મળતું નથી,


હવે તો પેલી શાકભાજીવાળો જરાય બૂમો પાડતો નથી

કે ' છે ભાવતાલ વિના તેને વેપાર કરવો પણ ગમતો નથી,


હવે તો કટલરીની લારીવાળો પણ ઘર સામે જોતો નથી

તારા વિના કચરાનો ડબ્બો પણ હવે કચરાથી ભરાતો નથી,


હવે તમે આવો પાછા કારણ ખરેખર એકલા રહેવાતું નથી 

આમ તો છે ઘરમાં શાંતિ પણ 'વાલમ'થી સહેવાતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy