STORYMIRROR

Harish Thanki

Comedy Romance

4  

Harish Thanki

Comedy Romance

મિસિસ ચોકલેટ

મિસિસ ચોકલેટ

1 min
372

તને ક્યારેક ચોકલેટ સાથે સરખાવવાની ઈચ્છા થાય છે,

મને તારામાં ને ચોકલેટમાં ઘણી બધી સામ્યતા જણાય છે,


ક્યારેક ડાર્ક ચોકલેટ જેવી, કડવીને કડક જણાય છે,

ફ્રીજ જેવો ભાવ ન રાખું, તો ઓગળી પણ જાય છે,


ક્યારેક મિલ્ક ચોકલેટ જેવી મીઠી, પોચી ને મળતાવડી,

શોપિંગનો મેળ ન ખાય, તો પાછી કડક પણ થઈ જાય છે,


ગરમીમાં ઓગળે, પણ ઠંડીમાં નીખરે એના રૂપ રંગ,

કોફી હોય કે ક્રીમ, બધાંની જોડે હળી મળી જાય છે,


ઓગળે તો ચોંટી જાય એક હાથથી બીજા હાથ પર,

તારી પણ મીઠી વાતોથી પીછો ક્યાં છોડાવી શકાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy