મોટુ પતલું
મોટુ પતલું
મોટું અને પતલુંની જોડી બોવ મોટી,
પતલુંની માથે એક મોટી ચોટી.
મોટુને કપડાં ધોવા માટે જોઈએ બે ગોટી,
તો પતલુંને દૂધ પીવા જોઈએ એક તોટી.
પતલુંની વાત કદી ના પડે ખોટી,
મોટું ખાઈ જાય રોજ દસ - બાર રોટી.
પતલુ રોજ પહેરે ઝભ્ભા પર કોટી,
તો મોટું રોજ પહેરે એની ધોતી.
મોટુંની રમતનું નામ છે લખોટી,
પતલુંને વાગે ત્યારે તે બાંધે બપોટી.
સમુદ્રમાં જેમ હોય પાણીની સપાટી,
અમે મોટું અને પતલુંની જોડી અપાતી.
મોટું અને પતલુંની જોડી બોવ મોટી,
પતલુંના માથે છે એક મોટી ચોટી.
